ઓનલાઈન હજ એપ્લિકેશન ફોર્મ (HAF) સબમિશન માટે વારંવાર પૂછાતા પ્રશ્નો

FAQs on HAF

હજ-2020 માટે મારે ઓનલાઇન હજ એપ્લિકેશન ફોર્મ કેવી રીતે સબમિટ કરવું જોઈએ?


હજ એપ્લીકેશન ફોર્મ સબમીટ કરવા માટે નીચેના સ્ટેજ ઘ્યાનમાં લેવા.

 • વેબ બ્રાઉઝરમાં http://www.hajcommittee.gov.in ટાઇપ કરીને વેબસાઇટ ઓપન કરો.
 • નવા યુઝર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવી. (યુઝર નેઇમ અને પાસવર્ડ બનાવવો)
 • તમે આપેલ મોબાઇલ નંબર ઉપર એક OTP આવશે. OTP વેરીફાઇ કર્યા બાદ તમારૂ એકાઉન્ટ એકટીવેટ થશે. (આ માટે પોતાનો જ/ઘરનાનો ફોન હોવો જોઈએ)
 • યુઝર નેઇમ(મોબાઇલ નંબર) અને પાસવર્ડની મદદથી ઉકત વેબસાઇટમાં લોગીન કરવું.
 • ઓનલાઇન હજ એપ્લીકેશન ફોર્મ ભરવું.
 • જરૂરી ડોકયુમેન્ટસની સ્કેન કરેલ કોપી અપલોડ કરવી (મરજીયાત છે)
 • Declaration માં આપેલ જરૂરી સુચનાઓ વાંચીને ‘Declaration’ બોક્ષને ટીક કરવું.
 • તમે આપેલ ડેટા / વિગતોને સ્ક્રીન ઉ૫ર જોઇને Confirm કરવી.
 • SBI/UBI ની કોઇપણ શાખામાં અથવા Credit / Debit card / Net banking ની મદદથી પેમેન્ટ કરવું.
 • હજનું ફોર્મ ભરતી વખતે વઘુ વિગતો માટે GUIDELINES માં આપેલ સુચનાઓ વાંચવી.
ઓનલાઇન અરજી કરવાનું શરૂ કરતાં પહેલાં મારે શું સુનિશ્ચિત કરવું જોઈએ?


સૈા પ્રથમ “Instructions to How to apply online” પર જાઓ. જે હજ કમિટિ ઓફ ઇન્ડીયાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે
હું offline મોડમાં હજ એપ્લિકેશન ફોર્મ ભરી શકું છું?


ના, હજ -2020 નું અરજી ફોર્મ ફક્ત ઓનલાઇન મોડમાં જ ભરી શકાય છે. જેઓ પોતે ઓનલાઇન ફોર્મ ભરી શકતા નથી અથવા ડોકયુમેન્ટસ અપલોડ કરી શકતા નથી તેઓ રાજ્ય હજ સમિતિ / ઈ-હજ સેવા કેન્દ્ર/એન.જી.ઓ. ની મદદ લઈ શકે છે.
મારો પાસપોર્ટ હજ-2020 માટે કેટલો સમય માન્ય રહેશે?


10 મી નવેમ્બર, 2019 ના રોજ અથવા તે પહેલાં માન્ય ભારતીય આંતરરાષ્ટ્રીય પાસપોર્ટ ઇસ્યુ થયેલ હોવો જોઇએ અને 20 મી જાન્યુઆરી, 2021 સુઘી વેલીડ હોવો જોઇએ.
જો મારી પાસે મોબાઇલ નંબર ન હોય તો શું?


ચુકવણીની પુષ્ટિ અથવા અન્ય કોઈ માહિતી માટે મોબાઇલ નંબર ફરજિયાત છે. આ માહિતી ફક્ત નોંધાયેલા મોબાઈલ નંબર દ્વારા મળી શકે છે. તમારા સહ-યાત્રિકોનો મોબાઇલ નંબર પણ નોંઘાવી શકો છો.
હજ એપ્લીકેશનનું ફોર્મ ભરવા માટે કયા દસ્તાવેજો જરૂરી છે?


અરજદારોએ હજ -2020 માટે અરજી ફોર્મ ભરતી વખતે નીચેના દસ્તાવેજો અપલોડ કરવાના રહે છે. આ દરેક દસ્તાવેજ માટેની વિશિષ્ટતાઓ નીચે મુજબ છે:

૧. ફોટોગ્રાફ (કલર પાસપોર્ટસાઇઝ વાઇટ બેકગ્રાઉન્ડ)

 • 5 - 20 KBs
 • JPG

૨. પાસપોર્ટની સ્કેન કરેલ કોપી (પ્રથમ અને લાસ્ટ પેઇઝ)

 • 80 – 250 KBs
 • JPG

૩. એડ્રેસ પ્રુફ

 • 80 – 250 KBs
 • JPG

૪. બેંક પે એન્ડ સ્લીપ

 • 80 – 250 KBs
 • JPG

બ્લડ ગ્રૂપની વિગતો ભરવા માટેની માહિતી સાથે હોવી જોઈએ.
હજ અરજી ફોર્મ માટે કેટલી કેટેગરી છે?


હજ એપ્લિકેશન ફોર્મ માટે બે કેટેગરી છે:

(1) અનામત (70+ વર્ષ) (2) સામાન્ય
આરક્ષિત (70+ વય) કેટેગરી શું છે?


 1. અરજદાર કે જેણે 31 મે, 2020 ના રોજ 70 વર્ષ અથવા તેથી વધુ પૂર્ણ કર્યા હોય (એટલે ​​કે અરજદાર કે જેમનો જન્મ 31 મે, 1950 ના રોજ કે તે પહેલા થયેલ હોય) કોઇ એક કમ્પેનીયન(સાથીદાર) સાથે આ કેટેગરી હેઠળ નોંધણી કરી શકશે.
 2. કોઈપણ 70+ અરજદાર સાથે કમ્પેનીયન તરીકે નજીકનો સબંધી હોવો જરૂરી છે. એક જ કવરમાં બે 70+ અરજદાર હશે ત્યારે તે કવરમાં બે કમ્પેનીયન(સાથીદાર) અરજી કરી શકશે.
 3. 70+ સ્ત્રી ઉમેદવારના કિસ્સામાં કમ્પેનીયન પુરૂષ અરજદાર હોવો જરૂરી છે અને પુરૂષ કમ્પેનીયનને કવર હેડ તરીકે અરજી કરવાની રહેશે.
કમ્પેનીયન(સાથીદાર) એટલે કોણ?


કમ્પેનિયન(સાથીદાર) એ પિલગ્રીમનો સૌથી નજીકનો સબંધી છે. 70+ કેટેગરી માટે સાથીદાર તરીકે પતિ / પત્ની / ભાઈ / બહેન / પુત્ર / પુત્રી /પૌત્રી /જમાઈ / પુત્રવધૂ /ભત્રીજો /ભત્રીજી રહી શકશે. અન્ય કોઈ સંબંધીને સાથીદાર તરીકે મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
શું 70+ અરજદાર એકલા હજ માટે અરજી કરી શકે છે?


70+ અરજદાર પણ સાથી વગર હજ માટે અરજી કરી શકે છે, પરતું અનામત કેટેગરીનો લાભ મળી શકે નહિ અને તેણે ફક્ત સામાન્ય કેટેગરી હેઠળ ફોર્મ ભરવાનું રહેશે.
શું મહિલા અરજદારો હજ (મેહરમ વિના) માટે અરજી કરવા પાત્ર છે?


હા. મહિલા અરજદાર માટે એક અલગ કેટેગરી છે, જે ‘Ladies Without Mehram’છે. 45 વર્ષ ઉપરની મહિલાઓ ચાર ના ગ્રુપમાં અથવા વધુ પાંચ મહિલાઓના જૂથમાં મુસાફરી કરી શકે છે. જે સ્ત્રીઓ ૪૫ વર્ષ કરતા વધુ વય ધરાવતી હોય અને શરઈ મહેરમ વગર હજ માટે જવા ઈચ્છુક હોય તેઓને જો તેમના મસ્લકમાં આ અંગેની છૂટ આપવામાં આવેલ હોય તો તેમના મસ્લકનાં ઉલેમાઓના સમંતિ પ્રમાણપત્ર સાથે અરજી કરી શકશે. (તા. 31-05-2020) સુધી ૪૫ વર્ષ પુરા હોવા જોઈશે.
એક કવરમાં કેટલા લોકો અરજી કરી શકે છે?


એક કવરમાં ઓછામાં ઓછું 1 (એક) અને મહત્તમ 5 (પાંચ) પુખ્ત વયના + 2 (બે) શિશુઓ(Infant) અરજી કરી શકે.

(જો કુટુંબના સભ્યોની સંખ્યા પાંચ કરતા વધારે હોય, તો એક કરતા વધારે કવરમાં અરજીઓ કરવી જોઈએ.)
કવર હેડ (ગ્રુપ હેડ) કોણ છે?


કવર હેડ (ગ્રુપ હેડ) એક પુરૂષ વ્યક્તિ છે, જેની અરજી કવરમાં પ્રથમ સીરીયલ નંબરમાં રહેશે. તેણે કવરમાં રહેલ અન્યોની સંપૂર્ણ જવાબદારી નિભાવવાની રહેશે.

( આ બાબત મહેરમ વગર અરજી કરનાર સ્ત્રી ઉમેદવારોના ગ્રૂપને લાગુ પડતી નથી)
એક મહિલા કવર વડા હોઈ શકે છે?


ના. ફક્ત પુરુષ જ કવરના વડા બની શકે છે.
કવર નંબર શું છે?


કવર નંબરમાં નીચેના ભાગોનો સમાવેશ થાય છે :-

 1. રાજ્ય કોડ (ઉદાહરણ તરીકે): ગુજરાત માટે GJ

 2. સામાન્ય માટે ‘F’ / આરક્ષિત વર્ગ માટે ‘R’

 3. નોંધણીનો સિરીયલ ઓર્ડર (ઉદાહરણ તરીકે): 1079

 4. કવરમાં અરજદારોની સંખ્યા (ઉદાહરણ તરીકે): 3

 5. શિશુઓ(Infant)ની સંખ્યા (ઉદાહરણ તરીકે): 1

કવર નંબર નીચે મુજબ બનશે: -

GJF-1079-3-1 / GJR-1079-3-1.
અમને કવર નંબર કયારે મળશે?


કવર નંબર, રાજ્ય હજ સમિતિ દ્વારા અરજદારોના ડેટા એન્ટ્રી અને સંબંધિત દસ્તાવેજોની ચકાસણી બાદ IHPMS software થી જનરેટ થયેલ યુનીક નંબર છે. કવર હેડને કવર નંબરની જાણ SMS દ્વારા કરવામાં આવે છે. આ કવર નંબરનો ઉપયોગ અરજદારો આગળના બધા પત્રવ્યવહારના સંદર્ભ તરીકે કરી શકે છે. જો કવર નંબર SMS થી ન મળે ત્યારે અરજદારએ રાજ્ય હજ સમિતિ પાસેથી કવર નંબર મેળવવો આવશ્યક છે કારણ કે કુર્રાહ માટે કવર નંબર વગરનું હજ એપ્લીકેશન ફોર્મ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
Accommodation Category શું છે?


ભારતના કોન્સ્યુલેટ જનરલ, જેદ્દાહ મારફત ભારતની હજ સમિતિ દરેક વર્ગમાં જરૂરીયાત મુજબ આવાસ એકમો ખરીદે છે. સામાન્ય રીતે, હરમ શરિફની બાહ્ય પરિઘથી અંતર પ્રમાણે આવાસ એકમો વર્ગીકૃત કરવામાં આવે છે.
હજ-2020 માટે કેટલા પ્રકારની આવાસ કેટેગરીઝ છે?


હજ - 2020 માટે મક્કાહ મુકરરમહમાં પિલગ્રીમ્સની બે કેટેગરીઓ આ પ્રમાણે છે:

1) NCNTZ (નોન કૂકિંગ નોન ટ્રાન્સપોર્ટ ઝોન)

હરમ શરિફથી 1.5 કિ.મી.થી 2 કિ.મી.ના અંતરે બિલ્ડીંગ. હરમ શરિફની બાહ્ય પરિઘથી 1 કિ.મી. દૂર (પરિવહન વિના અને રસોડાની સુવિધા વિના)

2) AZIZIYA

હરમ શરિફની બાહ્ય પરિઘથી આશરે 7 - 8 કિ.મી. સ્થિત બિલ્ડીંગ (પરિવહન અને રસોડાની સુવિધા સાથે)

(નોંધ: એક કવર હેઠળના તમામ અરજદારો માટે રહેવાની કેટેગરી એક જ રહેશે. કવરના તમામ વ્યકિતઓએ સાથે મુસાફરી કરવી પડશે. કોઈ પણ સંજોગોમાં કવર વિભાજિત કરવામાં આવશે નહીં.)
હજ સમિતિ દ્વારા નક્કી કરેલ એમ્બાર્કેશન પોઇન્ટ સિવાય શું પિલ્ગ્રીમ પોતાને માટે બીજુ એમ્બાર્કેશન

પોઇન્ટ પસંદ કરી શકે છે ?


હજ એપ્લીકેશન ફોર્મમાં દર્શાવેલ અરજદારના હાલના રહેણાંકના સરનામાને આઘારે એમ્બાર્કેશન પોઇન્ટ નકકી કરવામાં આવે છે. હજ-2020 માટે, MoCA દ્વારા ટેન્ડરથી નકકી કરેલ રકમ પીલ્ગ્રીમ પાસેથી વાસ્તવિક ધોરણે એરફેર તરીકે વસૂલવામાં આવશે. જો કે, પીલ્ગ્રીમ નજીકના એમ્બાર્કશન પોઇન્ટ (EP) ની પસંદગી કરી શકે છે, તેના માટે હજ માર્ગદર્શિકાના પેરા 18 માં આપેલ કોષ્ટક મુજબની એરફેરની રકમ ભરવાની રહેશે.
ઓનલાઇન એપ્લિકેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી અને એપ્લિકેશન પ્રિન્ટ કર્યા પછી, હું મારા એપ્લિકેશન ડેટાને બદલવા માટે ફરીથી લોગીન કરી શકુ કે નહીં?


ના, ઓનલાઇન એપ્લિકેશનમાં પીડીએફ જનરેશન સુધીના તમામ પગલાઓ પૂર્ણ કર્યા પછી તમે ફક્ત એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો ડેટામાં સુઘારો કરી શકતા નથી. તેથી, ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે સાચી માહિતી ભરવી જરૂરી છે.
હું કેવી રીતે જાણી શકુ કે મારી અરજી પૂર્ણ થઈ છે?


અંતિમ સબમિશન બટનને ક્લિક કર્યા પછી સ્કીન ઉપર કોમ્પ્યુટર સીસ્ટમથી જનરેટ થયેલ GROUP ID જોવા મળશે. જે, અરજી સફળતાથી ઓનલાઇન સબમીટ થયેલ હોવાનું દર્શાવે છે. ઉપરાંત રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર SMS પણ મળશે.
શું મારે ભરેલા હજ એપ્લિકેશન ફોર્મ જોડાણો સાથે પોસ્ટ દ્વારા / રૂબરૂ સબમિટ કરવાની જરૂર છે?


અરજદાર ઓનલાઇન સિસ્ટમ દ્વારા હજ એપ્લીકેશન ફોર્મ જરૂરી દસ્તાવેજો સાથે અપલોડ કરી સબમિટ કરશે તો પ્રિન્ટ કરેલ હજ એપ્લીકેશન ફોર્મ અને જરૂરી ડોકયુમેન્ટસ હજ કમિટિને સબમીટ કરવાની જરૂરીયાત નથી. પરંતુ જો અરજદાર ફક્ત ઓનલાઇન હજ એપ્લીકેશન ફોર્મ પુરતું જ સબમિટ કરે છે અને દસ્તાવેજો અપલોડ કરી શકતા નથી, ત્યારે અરજદારએ ભરેલા હજ એપ્લીકેશન ફોર્મનું પ્રિન્ટઆઉટ કાઢી અને દસ્તાવેજોની નકલ સંબંધિત રાજ્યની હજ સમિતિને સબમિટ કરવા પડશે.
અરજી સાથે કેટલી ફી ભરવાની છે?


અરજી સાથે ભરવાની ફી દરેક અરજદાર (પુખ્ત વયના) માટે ત્રણસો રૂપિયા (રૂા.300/-) છે. જે ઓનલાઈન અને ફોર્મ ભરતી વખતે જ ભરી શકાય છે. આ સિવાય SBI અને UBI ની સ્લીપ ભરી બેન્કોમાં પણ ફી ભરી શકાશે.
શું બાળક / શિશુ(Infant) માટે કોઈ પ્રોસેસિંગ ફી છે?


બાળક માટેની પ્રોસેસિંગ ફી દરેક બાળકદીઠ રૂા.300/-, જ્યારે શિશુ(Infant) માટે કોઈ પ્રોસેસિંગ ફી નથી.
સાથેના બાળક / શિશુ(Infant) માટે અન્ય કોઈ શુલ્ક છે?


માતાપિતા સાથે 2 વર્ષથી ઉપરના બાળકને પુખ્ત પિલગ્રીમ તરીકે ગણવામાં આવશે. એરફેર અને હજની સંપૂર્ણ રકમ તેના માટે ચૂકવવી પડશે. શિશુઓ(Infant) તે એવા હજ અરજદારો છે જે ઇન્ફન્ટ હોય તો તા. ૧૦-૦૯-૨૦૧૮ કે તે પછી અને તા. ૦૯-૦૯-૨૦૨૦ પહેલા જન્મેલ હોવો જોઈએ. તેમ છતાં છેલ્લી ફ્લાઈટનાં આગમનનાં દિવસે ૨ વર્ષ કરતા ઓછી ઉમર હોવી જોઈએ. રકમ હવે પછી નક્કી થાય તે પ્રમાણે ચૂકવવાની રહેશે.
ફી ચુકવણી કેવી રીતે કરવી?


ઓનલાઇન અરજી ભર્યા પછી, ઇ-પેમેન્ટ ડેબિટ / ક્રેડિટ કાર્ડ અથવા નેટ દ્વારા ઓનલાઇન ચુકવણી કરી શકાય છે. જે પીલગ્રીમ ઓફલાઇન પેમેન્ટ કરે છે તેઓએ SBI/UBI બેંકમાં રૂા.૩૦૦/- ના ગુણાકારમાં રકમ ભરવાની રહેશે. પે-ઇન સ્લીપ હજ કમીટીની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. તેમજ ઓનલાઇન હજ એપ્લીકેશન ફોર્મ સાથે પેમેન્ટ રીસીપ્ટ અપલોડ કરવી આવશ્યક છે.
મેં હજ-2020 માટે પ્રોસેસીંગ ફી ચૂકવી છે, પરંતુ અનિવાર્ય કારણોસર હું રદ કરવા માંગું છું. શું નોંધણી ફી પરતપાત્ર છે?


રૂ.૩૦૦/- ની ફી નોન રીફંડેબલ છે.
મને મારું રજિસ્ટ્રેશન પૂર્ણ કરવામાં / ઓનલાઇન હજ એપ્લીકેશન ફોર્મ ભરવામાં સમસ્યા આવી રહી છે અથવા ફીની ઓનલાઇન ચુકવણી કરવામાં સમસ્યા આવી રહી છે તો મારે મારી સમસ્યા કેવી રીતે હલ કરવી જોઈએ?


નીચે મુજબ આગળ વધો :-

પગલું 1 -

ખાતરી કરો કે તમારુ વેબ બ્રાઉઝર / ઇન્ટરનેટ બ્રાઉઝર લેટેસ્ટ વર્ઝનનું છે, જાવા સ્ક્રિપ્ટ એનેબલ છે, પોપ-અપ બ્લોકર ડીસેબલ છે. જો સમસ્યા હજી પણ ચાલુ રહેતી હોય તો પગલું 2 પર જાઓ.

પગલું 2 -

જો સમસ્યાનું હજી નિરાકરણ ન આવ્યું હોય, તો નીચે આપેલ ઇ-મેઇલ પર સંપર્ક કરો.

compcell.hci@gmail.com / compcell.hci@gov.in / compcell.gshc@gmail.com

ઉકત ઇમેઇલ પર તમારી સમસ્યાની વિગતો મોકલવી. જેથી તમારી સમસ્યાનું નિરાકરણ કરવા માટે HCOI/SHC તમારો સંપર્ક કરી શકે.
નોમિની કોણ છે?


હજ દરમ્યાન, હાજી દ્વારા નિયુકત કરેલ અને હજ એપ્લીકેશન ફોર્મમાં દર્શાવેલ વ્યકિત કે જેનો કટોકટીના સમયમાં ભારતમાં સંપર્ક કરી શકાય. પ્રાધાન્યમાં તે વ્યક્તિ હાજીનો સંબંધિત હોવો જોઈએ.
મહેરમ કોણ છે?


હજ મુસાફરીના સમગ્ર સમય દરમિયાન એક કે વધારે સ્ત્રી-હજ યાત્રીના પુરૂષ સાથી (શરીયતમાં કરેલ વ્યાખ્યા મુજબ) ને મહેરમ કહે છે.
NRI હજ અરજદાર કોણ છે?


NRI હજ અરજદાર એ એવી વ્યક્તિ છે કે જે ભારતનો નાગરિક છે, જે ભારતીય પાસપોર્ટ ધરાવે છે, પરંતુ ભારતમાં રહેતા નથી અને હજ માટે અરજી કરી છે.
NRI માટે આંતરરાષ્ટ્રીય પાસપોર્ટ સબમીટ કરવા માટેની પ્રક્રિયા શું છે?


વિદેશમાં વસતા ભારતીય મૂળના પસંદ કરેલા હજ પિલગ્રીમએ નીચેના દસ્તાવેજો સબમિટ કરવા આવશ્યક છે:

1) પાસપોર્ટની સ્વ-પ્રમાણિત નકલ.

2) વર્કિંગ / રહેઠાણ વિઝાની નકલ.

3) રોજગાર પત્રની નકલ જે તે દેશમાં તેના રોજગારનું સ્વરૂપ દર્શાવે છે.
NRI એ તેમના આંતરરાષ્ટ્રીય પાસપોર્ટ વગેરે સબમિટ કરવાની છેલ્લી તારીખ કેટલી છે?


વિદેશમાં રહેતા ભારતીય મૂળના પસંદ કરેલા હજ પિલગ્રીમ દ્વારા 10th Shawwal, 1441(H) સુધીમાં જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડશે.
અદાહી (કુરબાની) શું છે?


જે કવરમાં કુરબાની માટેનું ઓપ્શન પસંદ કરેલ હશે તેમના માટે હજ કમિટી દ્વારા ઇસ્લામિક ડેવલપમેન્ટ બેંક (IDB) મારફત અદાહી (કુર્બાની) ની વ્યવસ્થા કરવામાં આવશે (એક કવરના તમામ હાજીઓએ એક સાથે પસંદ કરવું પડશે). હાજીઓ દ્વારા કુરબાની કરવા માટે સાઉદી સરકાર દ્વારા IDB ને અઘિકૃત કરવામાં આવેલ છે.
જોહફા(Meeqat) શું છે?


જે શિયા યાત્રિકો જેઓએ JOHFA ને મીકાત તરીકે પસંદ કરેલ છે તેઓએ હજ એપ્લીકેશન ફોર્મમાં JOHFA નું ઓપ્શન સીલેકટ કરવુ જોઇએ. જેના માટે તેઓએ 100/- સાઉદી રિયાલ ની વઘારાની રકમ ચૂકવવાની રહેશે.
હું મારો પાસવર્ડ ભૂલી ગયો છું મારે શું કરવું જોઈએ?


જો તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા છો, તો ‘પાસવર્ડ ભૂલી ગયા છો’ તે લિંક પર ક્લિક કરો અને આગળની કાર્યવાહીને અનુસરો. નવો પાસવર્ડ જનરેટ કરી શકો છો.
હજ એપ્લીકેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કેટલી છે?


ઓનલાઇન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર, 2019 છે આ તબક્કે. વઘુ અપડેટ માટે હજ કમિટિની વેબસાઇટ જોતા રહો. (https://www.gujarathajhouse.com , http://hajcommittee.gov.in)
ઓનલાઇન ક્વેરીઝ માટે કોઈ હેલ્પલાઇન નંબર (અથવા) ઇ-મેઇલ છે?


હા, તમે હેલ્પલાઇન સેવાઓ (હાજી ઇન્ફર્મેશન સેન્ટર) પર 022-22107070 પર સોમવારથી શનિવાર સુધી સવારે 8 થી સાંજના 8 સુધી કોલ કરી શકો છો. અથવા બધા કાર્યકારી દિવસો દરમ્યાન compcell.hci@gmail.com / compcell.hci@gov.in / compcell.gshc@gmail.com પર ઇમેઇલ કરી શકો છો.
પસંદગી (કુર્રાહ) નું પરિણામ ક્યારે જાહેર થશે?


કુર્રાહ પ્રોવિઝનલ પસંદગીના પરિણામો ડિસેમ્બર, 2019 ના અંતિમ સપ્તાહમાં કામચલાઉ જાહેર કરવામાં આવશે, જો કે કોઈપણ અપડેટ માટે અરજદારે નિયમિત વેબસાઇટ તપાસવાની સલાહ આપવામાં આવે છે.